નગાતીયો પથ્થર:- આપણે ત્યાં નોબત અર્થાત નગારાની
પરંપરા પ્રાચીન છે . તેના વિષેની કથા એવી છે કે દાતાર બાપુ પાસે સોનાનું
નગારૂ હતું . કેટલાક ચોરો તેને ચોરીને લઇ જતા હતા . ત્યારે દાતારબાપુની
દિવ્ય શક્તિથી તેઓ અંધ થઇ ગયા . દ્રષ્ટિહીન થઇ ગયેલા આ તસ્કરો
નગારાને ત્યાં જ મુકી ને ભાગી ગયા . દાતારબાપુએ નગારાને પથ્થરનું બનાવી
દીધું . જેથી ભવિષ્યમાં કોઇને તેની ચોરી કરવાની લાલચ ન થાય . આજે પણ
તેમાથી નગારાના જેવો ધ્વની ( અવાજ ) નીકળે છે . ભુસ્તરશાસ્ત્રના
અભ્યાસીઓ તેને પોલો પાણો તરીકે જણાવે છે . એક પથ્થરને હાથમાં લઇ
તેની ઉપર બીજો પથ્થર અથડાવતા તેમાંથી નગારા જેવો અવાજ આવે છે
11 Likes
કનેક્ટમાં આપનું સ્વાગત છે અને તમને મળીને આનંદ થયો! @Lalakiyavivek_9099
નગારિયા પથ્થરની રસપ્રદ વાત જાણી આનંદ થયો.
શું તમે અમને જણાવશો કે આ નગારિયો પથ્થર ક્યાં આવેલો છે?
જો કે તમે અહીં નવા હોવાથી, હું તમને શુભેચ્છા પાઠવવા માંગુ છું અને તમને ફોરમથી પરિચિત થવામાં મદદ કરવા માટે આ લેખની ભલામણ કરવા માંગુ છું. તમે અમારા માસિક વિભાગમાં તમારો પરિચય આપીને સમુદાયના અન્ય સભ્યોને પણ મળી શકો છો.
1 Like
જુનાગઢ દાતાર પર્વત
માં નગારિયો પથ્થર આવેલ છે
@NareshDarji
ખૂબ ખૂબ આભાર. @Lalakiyavivek_9099
તમે અહીં કનેક્ટ પર મને કે કોઈ અન્ય વ્યક્તિને ટેગ કરવા માટે તે વ્યક્તિના નામની આગળ ‘@’ નો ઉપયોગ કરો. જેથી સામેની વ્યક્તિને નોટીફીકેશન મળશે અને તે તુરંત જવાબ આપશે.
1 Like