Hello Local Guides,
Local Guides Connect પર જોડાયો તેને એક મહિના જેવો સમય થયો છે. Local Guides Connect તરફથી અલગ-અલગ લોકેશન પર આયોજીત થતા meet-up ની પોસ્ટ રોજ ધ્યાને આવે છે. ત્યારે થોડા દિવસ પહેલા મને એક સવાલ થયો, કે ભારતામાં આ પ્રકારની લોકલ ગાઇડની meet-up થતી હશે કે કેમ? ત્યાં એકાદ દિવસ પછી, કાનપુર અને મુંબઇ ખાતે યોજાયેલ meet-up ની પોસ્ટ મુકાઇ. તે જોઇને ખુબ આનંદ થયો. તે જોઇ ફરી પાછો, સવાલ થયો, કે ગુજરાતમાં આ પ્રકારની લોકલ ગાઇડની meet-up થતી હશે કે કેમ?થોડા દિવસ રાહ જોઇ કોઇ પોસ્ટ ન આવી. એટલે આજે થયુ કે ચાલો હું જ પોસ્ટ કરું કેટલા ગુજરાતીઓ લોકલ ગાઇડ છે,જે રેગ્યુલર નહિં તો વર્ચ્યુઅલ meet-up માં જોડાશે?
તો Local Guides મિત્રો, આપ જો ગુજરાતમાંથી કે ગુજરાતી હોવ, અને મારા જેમ તમે પણ Local Guides Connect ના ટાપુ પર તમારા જેવા Local Guidesને શોધતા હોવ, તો નીચે કમેન્ટ કરી તમારી ઇચ્છા જણાવશો, જેથી સર્વસહમતીથી તારીખ અને સમય નક્કિ કરી એક વર્ચ્યુઅલ meet-up નું આયોજન કરશુ. અને જો કોઇએ અગાઉથે ગુજરાત ખાતે વર્ચ્યુઅલ meet-up કે meet-up નું આયોજન કરેલ હોય,તો તે પણ જણાવશો.
Dwarka, Gujarat, India
આભાર